SWAYAM AWARENESS SEMINAR 2019
મીનીસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્સીસ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (HRDC), ભારત સરકારના ઉપક્રમે SWAYAM પોર્ટલ વર્ષ ૨૦૧૬ થી કાર્યરત છે. આ વેબસાઈટ પર વિવિધ વિષયના ઓપન ઓનલાઈન કોર્સ (MOOCS) વિના મુલ્યે ઉપલબ્ધ છે. ગત વર્ષે પણ આ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને SWAYAM પોર્ટલ થી માહિતગાર કરવા માટે વિવિધ સેમીનારોનું આયોજન કરવામાં આવેલ. ચાલુ વર્ષે પ્રથમ વર્ષ બી.એસસી અને બી.એ. માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને SWAYAM પોર્ટલ થી માહિતગાર કરવા અને આ વેબસાઈટનો પદ્ધતિસર ઉપયોગ શીખવવા તેમજ તેના વિવિધ ફાયદાઓની માહિતી આપવા માટે શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે તા. ૨૪/૦૭/૨૦૧૯ થી ૨૭/૦૭/૨૦૧૯ સુધી SWAYAM અવેરનેસ સેમિનારનું આયોજન કોલેજમાં કાર્યરત SANDHAN અને SWAYAM કમીટી દ્વારા કરવામાં આવ્યું. આ કમીટીના ચેરમેન ડો. જલ્પા હરસોરાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી વિદ્યાર્થીઓને SWAYAM પોર્ટલના ફાયદાઓ વિષે માહિતગાર કરેલ અને વેબસાઈટ ઉપયોગ કરવાની પદ્ધતિ ઓનલાઈન ડેમોસ્ટ્રેશન આપીને સમજાવેલ. શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં અભ્યાસ કરતા બી.એસસી. સેમ-૧, A-ગ્રૂપ ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન તા ૨૪/૦૭/૨૦૧૯ અને B-ગ્રૂપ ના વિદ્યાર્થીઓ માટે તા. ૨૫/૦૭/૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ. જયારે બી.એ. સેમ-૧ ના ભાષા અને શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેનો સેમિનાર અનુક્રમે તા ૨૬/૦૭/૨૦૧૯ અને તા. ૨૭/૦૭/૨૦૧૯ ના રોજ રાખવામાં આવેલ. સેમિનારમાં સાયન્સના ૨૫૪ તથા આર્ટસ ના ૨૦૯ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ.