N.S.S. Orientation Seminar 2019
તા. 13/09/2019 ના રોજ શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આચાર્ય શ્રી ના માર્ગદર્શન હેઠળ આ કોલેજ માં સર્વ પ્રથમ વખત N.S.S. Orientation Seminar યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થઇ જેમાં ૨૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત વિધિ બાદ શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. હિંમત ભાલોડીયા દ્વારા એન.એસ.એસ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. કિશોરભાઈ ભેસાણીયા દ્વારા રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું વ્યાખ્યાન બાદ એનએસ પ્રોગ્રામ ઓફિસર ડો. વિપુલ કણાગરા અને ડો. ચિરાગ ફુલતરિયા દ્વારા પણ એન. એસ. ની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.વિપુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.